સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે વૃંદાવન સોસાયટી પાસે સુખ સાગર એપાર્ટમેન્ટમાં રહેતો 35 વર્ષીય વિજયભાઈ રામજીભાઇ લખારાની માતા,પત્ની અને બાળકી સચીન ખાતે સંબંધીના ઘરે ગયા હતા. વિજયભાઈ નો મોટો ભાઇ કામ અર્થે ગયો હતો ત્યારે મોડી રાતે વિજય ઘરે એકલો હતો. વિજયભાઈને તેની માતા અને પત્ની ફોન કરતા હતા પરંતુ તે ફોન રીર્સીવ નહી કરતા તેના ભાઇને જાણ કરી હતી. જેથી તેનો ભાઇ તરત ઘરે પહોચ્યો હતો. ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાથી તોડીને અંદર ગયો હતો.ત્યારે વિજય ઘરમાં હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
વિજયના ભાઇએ કહ્યુ કે વિજયને સંતાનમાં 3 વર્ષીય પુત્રી છે. તે પરિવારનું ગુજરાન ચલાવવા જર્વેલસની દુકાનમાં નોકરી કરતો હતો પણ લોક-ડાઉનમાં તેની નોકરી છુટી ગઇ હતી અને તેને નોકરી નહી મળતા કેટલાક મહિના ઘરે બેસવાનો વારો આવ્યો હતો. ત્યારબાદમાં તેને ગિફ્ટ આર્ટીકલની દુકાનમાં નોકરી મળી હતી. પરંતુ ચાલી રહેલી લોનના હપ્તા માટે કંપનીના માણસો અવાર-નવાર ફોન કરી દબાણ કરતા અને હેરાન કરતા હતા. આવા સંજોગોમાં તે સતત માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હતુ. આ અંગે અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ઘરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application