કતારગામમાં રાત્રે યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે તેને આર્થિક મુશ્કેલી પડતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
નવી સિવિલ હોસ્પિટલ માંથી મળેલી માહિતી મુજબ કતારગામના ડભોલી ચાર રસ્તા પાસે વૃંદાવન સોસાયટી પાસે વીરાના નગરમાં રહેતી 22 વર્ષીય મિત્તલબેન અશોકભાઈ કણઝરીયા રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાતી હતી ત્યારે તેના પરિવાર અને સંબંધીઓની નજર પડતા તરત તેને ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબીએ યુવતીને મૃત જાહેર કરી હતી.
તેમના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, મિતલબેન મૂળ બોટાદના બરવાડાના વતની હતા. તે ઘરમાં સિલાઈ કામ કરતી હતી. તેનો એક ભાઈ છે. તેના પિતા કડિયા કામ કરતા હતા. જોકે તેની નાણાકીય તકલીફ પડતી હોવાથી માનસિક તાણ અનુભવતી હતી. જેને લીધે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500