સુરતના માંડવીના સાલૈયા ગામે રહેતી ૪૦ વર્ષીય ભાભીને જમીન-મકાનના વિવાદમાં તેના દિયરે માથાના ભાગે કુહાડીના બે ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવની જાણ થવાની સાથે ઘટના સ્થળે પહોચેલ પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલમા મોકલી આપ્યા બાદ અલગ-અલગ ટીમો બનાવી હત્યારા દિયરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
માંડવી પોલીસના જણાવ્યા મુજબ, સાલૈયા ગામ કોલી ફળિયામાં રહેતા રાકેશભાઈ દેવસિંગભાઈ ચૌધરી મઢી સુગર ફેકટરીમાં નોકરી કરે છે. રાકેશભાઈ ગતરોજ તેની દીકરીને વડોદરા પારુલ યુનિવર્સિટી ખાતે મુકવા માટે ગયા હતા અને તેના પિતા કોઈ કામ માટે માંડવી ગયા હતા. તે સમયે ઘરમાં તેની પત્ની સુશીલાબેન એકલા હતા. દરમિયાન ઘરમાં સુશીલાબેન એકલા હોવાનો મોકાનો દિયર મનીષ દેવસિંગ ચૌધરીએ ફાયદો ઉઠાવી તેના માથામાં કુહાડીના બે ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયો હતો. બનાવ અંગે માંડવી પોલીસને જાણ થતા પીએસઆઈ તથા તેમનો સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ હત્યારા દિયર મનીષને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી મોબાઈલ લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મનીષે જમીન-મકાનના વિવાદમાં હત્યા કરી હોવાનુ બહાર આવ્યું હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application