સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા આશયથી જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.કલેકટર બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કામરેજ ચાર રસ્તા પર થતા ખાનગી વાહન ચાલકો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સુડાના અધિકારીઓને કાર્યવાહીનો રિપોર્ટ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકાઓમાં રખડતા ઢોરને પાંજરે પુરવા બાબતે ચીફ ઓફિસરોને જણાવ્યું હતું. શાળાઓમાં માર્ગ સલામતીના જનજાગૃતિ કાર્યક્રમો કરવા ઉપરાંત જિલ્લાના રસ્તાઓમાં રોડ સેફટી બાબતે જરૂરી સમારકામ, ઝીબ્રા ક્રોસિંગ, વોટરલોકીંગ, સ્પીડબ્રેકર બાબતે એન.એચ.એ.આઈ.નાં અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. હાઈવે પર મોટા વાહનચાલકોએ લેન ડ્રાઈવિંગનું ફરજીયાતપણે પાલન કરાવવા અંગે કલેકટરએ જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application