Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં જુની કિકવાડ ગામેથી દીપડી પાંજરે પુરાઈ

  • April 30, 2022 

સુરતનાં બારડોલી તાલુકાનાં જુની કિકવાડ ગામે ગભાણ ફળિયામાંથી અઢીથી ત્રણ વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. જોકે ગામમાં વારંવાર દીપડી દેખાતા ગત તા.4 એપ્રિલનાં રોજ પાંજરું મુકાયું હતું. જયારે આવા કાળઝાળ ગરમી શરૂ થતાં સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હવે વન્ય પ્રાણી ગણાતા દીપડાઓ દેખાવાની ઘટના વધી રહી છે. જયારે જિલ્લાનાં માંડવી બાદ હવે બારડોલી તાલુકામાં દીપડાની દસ્તક જોવા મળી હતી. બારડોલી તાલુકાન જુની કિકવાડ ગામના ગભાણ ફળિયામાં નવીનભાઈ શંકરભાઈ ચૌધરીના ખેતર નજીક છેલ્લા ઘણા દિવસોથી દીપડો દેખાતો હતો.



જોકે, રહેણાક વિસ્તારમાં પશુઓના મારણ કરતા લોકોમાં ભય ફેલાયો હતો જેથી નવીનભાઈએ ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે સામાજિક વનીકરણના આર.એફ.ઓ.ને જાણ કરી હતી. બારડોલી  વન વિભાગે  4 એપ્રિલના રોજ નવીનભાઈના ઘર પાસે ખેતર નજીક  મારણ સાથે પાંજરુ મુક્યું હતું. મારણ કરવાની લ્હાયમાં શુક્રવારે મળસ્કે દીપડી પાંજરે પુરાઈ હતી. બારડોલી વન વિભાગે દિપડીનો કબજો લઈ તેન વનવિભાગની કચેરી લઈ જવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application