સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય નાના નગરો અને ગામોમાં શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે અને આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે કાન ઘેલા ભકતો આતુર થઇ ગયા છે. નંદલાલાના જન્મોત્સવના પવિત્ર પર્વ પર તૈયારીઓને શહેરમાં આવેલા કૃષ્ણ મંદિરોમાં આખરી રૂપ આપી દેવામાં આવ્યું છે. સુરતની શેરીઓ ગલીઓમાં અદભુત શણગાર કરવામાં આવ્યા છે આજે શિતળા સાતમની સાથે આવતીકાલે જન્માષ્ટમી પર્વની પરંપરાગત રીતે આસ્થા ભરી ઉજવણી કરવામાં આવશે.
જન્માષ્ટમી પર્વ પર સુરત શહેર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, વ્યારા સહિતના અન્ય નાના નગરોમાં શોભાયાત્રાઓ પણ નીકળે છે આવતીકાલે આઠમના દિવસે શહેરના પાર્લે પોઇન્ટ સ્થિત રાધાકૃષ્ણ મંદિર, ઇસ્કોન ટેમ્પલ, રાધાકૃષ્ણ મંદિર અઠવાલાઇન્સ, લંબે હનુમાન રોડ રાધાકૃષ્ણ મંદિર, અડાજણ ગીરીરાજ સોસાયટી સહિતના અન્ય સંખ્યાબંધ મુખ્ય કૃષ્ણ મંદિરોમાં રાધા ઘેલા કાન ના આગમનને વધાવી લેવા માટે ભક્તો ઉમટી પડશે સાથે-સાથે તમામ શેરીઓમાં ગલીઓમાં ‘‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી”ના પોકારો સાથે ગુંજી ઉઠશે. સુરત સહિત દક્ષિણ ગુજરાત જાણે કે શ્યામ ઘેલુ બની જશે એવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યા છે.
સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ નાના મોટા નગરો તેમજ ગ્રામ્ય કક્ષાઍ આવેલા રણછોડરાયજીના મંદિર ભવ્ય અને રોમાંચકારી રોશનીના શણગારથી આજથી જ ઝગમગી ઉઠી ગયા છે રાધા કૃષ્ણ અને બલરામ ની મૂર્તિઓને હાવ નવા શણગાર કરવામાં આવ્યા છે. ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટીને કૃષ્ણ ભક્તિમાં મસ્ત બની ગયા છે અને આવતીકાલે “મા” યશોદા મૈયાના લાડકવાયાના આગમનને વધાવવા રાત્રે ૧૨ કલાકે શહેરના કૃષ્ણ મંદિરોમાં ખાસ પૂજા અર્ચના અને આરતીના કાર્યક્રમો યોજાશે તથા સ્વયમીત ધોરણે પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે કૃષ્ણ જન્મોત્સવ અને શોભા યાત્રા કાઢવા માટે કલેક્ટરે મંજૂરી આપતું જાહેરનામું બહાર પાડી દીધું છે.
જોકે શોભાયાત્રા માટે ૨૦૦ ભકતોની હાજરીની મર્યાદા નક્કી કરવામાં આવી છે એ જ પ્રકારે આઠમના પર્વ પર રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે સામાજિક અંતર જાળવવાનું અને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે મટકી ફોડના સુરતીલાલાઓના પ્રિય કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મટકીફોડને મંજૂરી અપાઇ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500