બારડોલી કડોદ રોડ ઉપર જૂના પાવર હાઉસ નજીક નવચેતન કન્યા વિદ્યાલય પાસે વળાંકને કારણે વારંવાર અકસ્માતો થતાં હોય છે અને આ વિસ્તારમાંથી દિવસ તેમજ રાત્રિ દરમિયાન ભારે વાહનો આવતા જતાં હોય છે જેથી આ વિસ્તારના લોકો દ્વારા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદના પત્ર આપી રોડ પર અકસ્માત નિવારવા માટે સ્પીડબ્રેકર મૂકવા અથવા તો અકસ્માત ઝોનનું દિશા સૂચન બોર્ડ મૂકવાની માંગ કરી છે.
બારડોલી કડોદ રોડ ઉપર જૂના પાવર હાઉસ નજીક નવચેતન કન્યા વિદ્યાલય પાસેનો વળાંક વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે. અંહી વારંવાર અકસ્માતો થતાં હોય છે. અને આ રોડની ડાબી અને જમણી બાજુ જૂના પાવર હાઉસ વિસ્તાર, ભરવાડ વસાહત, પાદર ફળિયું, સરકારી વસાહત, 29 ગાળાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં નવચેતન કન્યા વિદ્યાલય પણ આવેલ છે. સામાન્ય માણસોની અવર જવરમાં પૂરઝડપે ડમ્પરો દિવસ તેમજ રાત્રિ દરમ્યાન આ માર્ગ ઉપરથી પસાર થાય છે. જેના કારણે આ વિસ્તારમાં અકસ્માતો થતાં હોય છે. જેથી રાજેશ વાઘ, દાનાભાઇ ભરવાડ, સહિતના સ્થાનિકોએ બારડોલી માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર આપી આ માર્ગ ઉપર સ્પીડબ્રેકર મુકવા તેમજ અકસ્માત ઝોનનું દિશા સૂચન બોર્ડ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500