Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછા પોલીસના મારથી બ્રેઈન હેમરેજ થયેલા વોચમેનનું મોત થતા જવાબદાર પોલીસ કર્મી સામે ગુનો દાખલ કરવાની માંગણી

  • September 07, 2021 

સુરતના વરાછા પોલીસ દ્વારા પ્રોહિબીશનના કેસમાં પકડાયેલા ડાયમંડ ફેકટરીના વોચમેનને માર મારતા બ્રેઈન હેમરેજ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન વોચમેનનું આજરોજ સવારે સારવાર દરમિયાન મોત થતા ચકચાર મચી હતી. સવારે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક વોચમેનના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં ભેગા થયેલા  સમાજના લોકો દ્વારા જવાબદાર પોલીસ કર્મી સામે ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વરાછા રોડ ખાતે આવેલા ડાયમંડ ફેકટરીના વોચમેન શિવસિંગ કુવરસિંગ તોમરને ગત તા,૧ સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસ પ્રોહીબીશનના કેસમાં ધરપકડ કરી હતી અને બીજા દિવસે શિવસિંગને કોર્ટ રજુ કરતા જામીન પર મુક્ત થયા હતા. ત્યારબાદ તેઓ વરાછા પોલીસ મથકે મોબાઈલ અને રોકડા ૫ હજાર લેવા માટે પોલીસ પાસે ગયા બાદ ફેકટરી ઉપર પહોંચતા તબિયત લથડતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેને માથાની નશ ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થયું હોવાનુ બહાર વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.  આ મામલે સંતોષ રાજેન્દ્ર તોમર (રહે.મહાદેવનગર ,નવાગામ-ડિંડોલી) એ તેના કાકા શિવસિંગ પોલીસ મથકેથી પરત ડાયમંડ ફેક્ટરી ઉપર પહોંચ્યા બાદ તબિયત લથડતા આ બાબતે પરિવારજનોને શંકા ઉપજતા પોલીસ મથકમાં જ તેની સાથે કોઇ અણબનાવ બન્યો હોય આ મામલે તપાસ કરી ન્યાયની માંગણી કરવાની સાથે પોલીસ કમિશનરને અરજી કરી હતી.

 

 

 

 

 

અરજીમાં વરાછા ડી-સ્ટાફ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ અરજી મામલે પોલીસ કમિશનર દ્વારા ગતરોજ એસીપીને તપાસ સોપી હતી તે વચ્ચે આજરોજ સવારે શિવસિંગનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. શિવસિંગના મોતના સમાચારને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં જેના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જવાબદાર પોલીસ કર્મી સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી તેમજ ન્યાય નહી મળે તો રેલી સ્વરૂપે પોલીસ કમિશનર અને કલેકટરને રજુઆત કરવાની ચીમકી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application