Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે આવતા અજાણ્યા રાહદારીનું મોત

  • April 03, 2021 

પલસાણા તાલુકાનાં જોળવા ગામના પાટિયા નજીક એક ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

 

કડોદરાથી બારડોલી તરફ જતા હાઇવે ઉપર પલસાણા તાલુકાના જોળવા ગામની ચોકડી નજીક બપોરના સમયે એક રાહદારી જોળવા ગામમાં જવા માટે રોડ ઓળંગી રહ્યો હતો. તે સમય દરમિયાન કડોદરાથી બારડોલી તરફ પૂરઝડપે હંકારી આવેલ એક ટ્રક નંબર યુપી/21/બીએન/6043ના ચાલકે અજાણ્યા રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બનતાની સાથે જ બાજુમાં જોળવા પોલીસ ચોકી હોવાથી ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને ટ્રક ડ્રાઇવર તેમજ ક્લીનરને ઝડપી પાડ્યા હતા અને મૃતદેહ ઉપર કબ્જો મેળવીને પોસ્ટમોટર્મ અર્થે ખસેડાયો હતો. ત્યારબાદ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application