Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરંજ ગામમાં ચોથા માળેથી નીચે પટકાતા યુવતીનું મોત

  • April 10, 2021 

માંડવી તાલુકાના કરંજ ગામે આવેલ ક્રિષ્ના શોપિંગ સેન્ટરમાં ચોથા માળે રહેતી યુવતી નીચે પટકાતા સારવાર દરમિયાના તેનું મોત નીપજ્યું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી કિમ રોડ પર આવેલ કરંજ ગામમાં રહેતી 21 વર્ષીય સોનાબેન શ્યામચંદ્ર શાકદે જે ક્રિષ્ના શોપિંગ સેન્ટરમાં રૂમ નંબર-368માં રહેતી હતી અને તે પોતાના રૂમની ગેલેરીમાં પાણી લેવા માટે ગઈ હતી.

 

 

 

તે સમય દરમિયાન પોતાની સ્થિરતા ગુમાવી દેતા યુવતી ચોથા માળેથી નીચે પટકાતા તેને તાત્કાલિક તડકેશ્વર ખાતે આવેલ શીફા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application