સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-48 ઉપર રોડ ક્રોસ કરી રહેલ યુવકનું કાર અડફેટે મોત નીપજયું હતું. યુવાન નાગપુર ખાતે રહેતા સંબંધીને ત્યાં ડ્રાઇવિંગ શીખવા માટે જઈ રહ્યો હતો. તે સમયે આજાણ્યા કાર ચાલકે યુવાનને અડફેટે લેતા તેનું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે રીલીફ હોટલની પાછળ સાવરીયા બિલ્ડીંગમાં રહેતો 21 વર્ષીય યુવક અનુરાગ શિવરામ વિશ્વકર્મા (મૂળ.મધ્યપ્રદેશ) જે એક સપ્તાહ અગાઉ જ વતનથી અંહિયા નોકરી માટે આવ્યો હતો અને અહી આવી ડ્રાઇવિંગ શીખવા માટે તે નાગપુર ખાતે રહેતા તેના સંબંધીને ત્યાં જવાનું છે મુજબનું જણાવી ઘરેથી નીકળ્યો હતો. ત્યારે બલેશ્વર ગામની સીમમાં ખાતુંશ્યામ મીલનજીક હાઇવે ઉપર રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન પૂરઝડપે હંકારી આવેલ અજાણ્યા કાર ચાલકે અનુરાગને અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application