Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો પલટી જતા બે યુવકો પૈકી એકનું મોત, એકને ઇજા

  • March 27, 2021 

સુરત શહેરના અમરોલીના કોસાડ રોડ પર કોસ્મેટિક વસ્તુઓની ટેમ્પામાં ડીલેવરી કરવા જતી વખતે ટેમ્પો પલટી જતા સર્જાયેલા અકસ્માતમા ઈજા પામેલા બે યુવકો પૈકી ડીલેવરી બોયનું મોત નીપજ્યું હતુ.

 

 

 

પાંડેસરા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય આનંદ વસાવા બપોરે શિવલાલ યાદવ સાથે ટેમ્પામાં બેસીને કોસાડ રોડ ઉપર કોસ્મેટિકની વસ્તુઓની ડીલેવરી કરવા માટે વિવિધ જગ્યાએ જતા હતા. 

 

 

 

તે સમયે કોસાડ રોડ ઉપર રજવાડી પાર્ટી પ્લોટ પાસે ટેમ્પો પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ગંભીર ઈજા પામેલા આનંદનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application