Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહન અડફેટે આવતાં અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત

  • February 27, 2021 

સુરત જીલ્લાનાં બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે એક  અજાણ્યા પુરુષને અડફેટે લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

 

 

 

બારડોલી વાલોડ સ્ટેટ હાઇવે ઉપર વાંકાનેર ગામની સીમમાંથી પસાર થતાં રોડ ઉપરથી એક અજાણ્યો પુરુષ (ઉ.વ.50 થી 55) વર્ષનો પસાર થઈ રહ્યો હતો. આ પુરુષને કોઈ અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત બાદ પુરુષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું  મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મેળવી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application