સુરતનાં માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામની સીમમાં રામોજી વેફર્સ કંપનીના કુલર ગેટની સામે આવેલ વાડીમાં બનાવેલ પાણીની કુડીમાં પડતાં ડૂબી જવાથી આધેડનું મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામની સીમમાં દર્શન બોર્ડ લેમ પ્રા.લિ કંપનીના રૂમમાં રહેતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના કેલધરા ગામના વતની ચીમનભાઈ કુવરીયાભાઈ રાઠવા રહેતા હતા.
જોકે તેઓ ગત તા.10 મે ના રોજ રામોજી વેફર્સ કંપનીના કુલર ગેટની સામે આવેલ વાડીમાં બનાવેલ પાણીની પાકી કુંડીમાં અકસ્માત રીતે પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application