ઉમરપાડ તાલુકાનાં સેવલાણ ગામના રાજેન્દ્ર નાનજીભાઈ વસાવાએ આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારી પત્ની કડિયા કામની મજુરી કરીને પોતાનું તથા બાળકોનું ગુજરાન ચલાવીયે છીએ. અમે પતિ-પત્ની કડિયા કામ માટે ગયા હતા. ત્યારે બપોરે મારો 6 વર્ષીય દીકરો સુમિત ઘરે હતો અને ત્યારે કુદરતી હાજતે જવા માટે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.
તે સમય દરમિયાન એક પીકઅપ બોલેરો ટેમ્પો નંબર એમએચ/39/સી/7451નાં ચાલક અબ્દુલ કાદિર અબ્દુલ વહાબ મકરાણી એ મારા પુત્ર સુમિતને અડફેટે લીધો હતો અને અડફેટે આવતા બાળકને ગંભીર ઈજા ના કારણે તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે ઉમરપાડ પીએસઆઈ કે.ડી.ભરવાડે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application