હજીરા રોડ પર એલ એન્ડ ટી કંપની પાસે મોપેડને ટ્રકે અડફટે લેતા ગંભીર ઈજા પામેલા પાલિકાના કર્મચારીનું મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હજીરા રોડ પર આવેલા દામકા ગામમાં રહેતો 28 વર્ષીય રાકેશભાઈ ઈશ્વરભાઈ પટેલ મહાનગર પાલિકામાં બેલદાર તરીકે કામ કરતો હતા અને બપોરે પોતાની નોકરી કરીને તે મોપેડ પર હજીરા રોડ પર આવેલ એલ એન્ડ ટી કંપનીમા મિત્ર પાસે કામ અર્થે જવા નીકળ્યો હતો. તે સમયે એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર-1 પાસે ક્રેઈન એનર્જી ત્રણ રસ્તા પાસે પુરઝડપે હંકારતા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં રાકેશભાઈ ગંભીર ઈજા થતા સારવાર માટે અડાજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબીએ મૃત જાહેર કર્યો હતો. આ અંગે હજીરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application