સુરત શહેરના પુણા વિસ્તારમાં લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી જતા ફુટપાથ પર સુતેલા શ્રમજીવી ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકનું મોત થયું હતું.
લાલ દરવાજા તરફથી આવી રહેલી ઓમ સાંઈ રામ લખેલી લક્ઝરી બસ નંબર જીજે/05/ઝેડ/1402નાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર પર ચડી જતા ફૂટપાથ પર સુતેલા શ્રમજીવીઓ પર ટાયર ચડી જતા ત્રણથી ચાર શ્રમજવીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકને ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારબાદ બસ ચાલક ઘટના સ્થળે બસ મૂકીને નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application