Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડાનાં સલ્લી ગામમાં બીડી પી રહેલ વૃદ્ધ શરીરે દાઝી જતા સારવાર દરમિયાન મોત

  • December 25, 2021 

સુરતનાં ઉમરપાડા તાલુકાનાં સલ્લી ગામે રહેતા વૃદ્ધ બીડી પી રહ્યા હતા તે સમયે બીડીના તણખા તેમના કપડાં ઉપર પડતાં આગ લાગતા તેઓ શરીરે દાઝી જતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરપાડાનાં સલ્લી ગામે નિશાળ ફળીયામાં રહેતા શેરીયાભાઇ વાડગીયાભાઇ વસાવા (ઉ.વ.70) નાઓને બીડી પીવાની ટેવ હોય તેઓ પોતાના ઘરની બાજુમાં આવેલ પજારીમાં બેસી બીડી પી રહ્યા હતા. તે સમયે બીડીના તણખા તેમના કપડાં ઉપર પડતાં  આગ લાગી હતી અને તેઓ આખા શરીરે દાઝી ગયા હતા જોકે તેની પ્રથમ સારવાર ઉમરપાડા સરકારી દવાખાને કરાવ્યા બાદ વધુ સારવાર માટે નવિ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે ઉમરપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application