સુરતનાં બારડોલી તાલુકાનાં માણેકપોર ગામે વહુ અને સાસુ વચ્ચે પૈસાની બાબતમાં બોલાચાલી થતાં વહુએ આંબાના ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં માણેકપોર ગામે ટેકરા ફળિયામાં રહેતા શૈલેષભાઈ કિરણભાઈ હળપતિ (ઉ.વ.31) નાઓ પત્ની ગીતાબેન (ઉ.વ.27) અને માતા સુમનબેન સાથે રહે છે. જોકે ગત તા.20 એપ્રિલનાં રોજ સાસુ અને વહુ વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી.
જે વાતનું ગીતાબેનને મનદુખ થતાં તે ઘરેથી કોઇને પણ જાણ કર્યા વગર જતી રહી હતી અને તેણે માણેકપોર ગામની સીમમાં સિધ્ધેશ્વરી ધામ એરીયામાં આવેલ મનીષભાઇ મનુભાઇ પટેલની આંબાવાડીમાં આંબાના ઝાડ સાથે પહેરેલ ડ્રેસના દુપટ્ટા વડે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે શૈલેષ હળપતિએ બારડોલી પોલીસને જાણ કરતાં તેમણે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application