Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડીસીબી પોલીસે ૧૨ લાખ અને પીસીબી પોલીસે ૫ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી કરી

  • September 10, 2021 

ડીસીબી પોલીસે ગતરોજ વરાછા ઓવરબ્રિજ પાસેથી દારૂનો જથ્થો ભરેલી લક્ઝુરિયસ કાર સાથે બેને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી ૨.૪૨ લાખનો દારૂ તથા લક્ઝુરિયસ કાર મળી ૧૨.૪૮ લાખનો મુદ્દામાલ જ કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઉપરાંત પીસીબી પોલીસે સરથાણા વિસ્તારમાં ડી-માર્ટ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી. પીસીબી પોલીસે પણ બે આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ૪.૬૭ લાખનો દારૂનો જથ્થો જ કર્યો હતો.

 

 

 

 

 

ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે, સેલવાસાથી દારૂનો જથ્થો ભરેલી સેવરોલેટ કંપનીની ક્રુઝ કાર નંબર જીજે/૫/જેબી/૭૬૩૩ સુરત આવી રહી છે. જે કાર વરાછા ઓવરબ્રિજ પરથી પસાર થવાની છે. જે બાતમીના આધારે પોલીસે વરાછા ઓવરબ્રિજ ઉતરતા આર્શીવાદ હોટલની સામે વોચ ગોઠવી હતી. આ સમયે બાતમીમ વર્ણનવાળી કાર નજરે પડતા પોલીસે કારને આંતરી ઝડપી પડી હતી. પોલીસે કારમાં સવાર સલીમખાન નશીમખાન ખાન અને સમીર ઉર્ફે બાપજી રહેમાનખાન પઢાણ ના ઓને ઝડપી લીધા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ૨.૪૨ લાખનો દારૂ તથા કાર અને બે મોબાઇલ મળી ૨.૪૮ લાખનો મુદ્દામાલ જ કર્યો હતો. પોલીસે આ બનાવમાં દારૂનો જથ્થો પુરો પાડનાર છોટુ (રહે.સેલવાસા), દારૂનો જથ્થો મંગાવનાર મુકેશ ઉર્ફે દાઢી પ્રભુદાસ ઝવેરી (રહે.અડાજણ) અને જાવેદ અમદાવાદીના ઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

 

 

 

 

જયારે બીજા બનાવામાં પીસીબી પોલીસે બાતમીના આધારે સરથાણા, કામરેજ-સુરત મેઇન રોડ, ડી-માર્ટની સામે વોચ ગોઠવી હતી. આ સમયે પોલીસને મળેલી બાતમીના વર્ણનવાળી ગાડી નંબર ડીએન/૦૯/એલ/૨૬૩૮ નજરે પડતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી સદારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૬૬ હજારનો દારૂ તથા ચાર લાખની કાર અને બે મોબાઇલ મળી કુલ ૪.૬૭ લાખનો મુદ્દામાલ જ કર્યો હતો. પીસીબી પોલીસે વિજય વિનુભાઇ માંગુકીયા (રહે.કામરેજ) અને આફતાબ આલમ હુશેનમહમદ રાઇન (રહે.નવસારી)ના ઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ભૌતીક શૈલેશભાઇ પ્રજાપતિ (રહે.નવસારી) ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application