સુરતનાં માંડવી તાલુકાનાં ગોદાવાડી ગામે રહેતા આધેડને ગામના જ બે શખ્સોએ માર માર્યો હતો. જેમાં ગામના જ એક યુવાનનું આવાસ મંજૂર થયેલ છે, તે મે કેન્સલ કરાવેલ છે તેવું કેમ કહે છે. તેમ કહી આ બંને શખ્સોએ આધેડને ઢીકમુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ, માંડવીનાં ગોદાવાડી ગામે કાકડી ફળિયામાં રહેતા બુધિયાભાઈ ઢેડીયાભાઈ ચૌધરી (ઉ.વ.54) કે જેઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે તેઓ ગત તા.29 એપ્રિલના રાત્રિના 9 વાગ્યાની આસપાસ પારસી ફળિયામાં તેમના પિતરાઇ ભાઈ રાજુભાઇને ત્યાં ભજનના પ્રોગ્રામમાં ગયા હતા ત્યારે રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ ગામમાં લુહારી ફળિયામાં રહેતા પ્રદીપભાઈ ચંદુભાઈ કોળી પટેલ તથા સંજય ઉર્ફે ચીન્ટુ ધનસુખભાઈ કોળી પટેલ નાઓ ત્યાં આવ્યા હતા અને બુધિયાભાઈને બહાર બોલાવી પ્રદીપભાઈ કહેવા લાગ્યા હતા કે તમે આપણાં ગામના રાકેશભાઈ ચંદુભાઈ પટેલનું આવાસ મંજૂર થયેલ છે તે મેં કેન્સલ કરાવ્યુ છે.
તેવું તમે રાકેશને કેમ જણાવેલ જેથી બુધિયાભાઈ એ જણાવ્યુ હતું કે, મે તમારું નામ આપેલ નથી આપણે રાકેશને મળીને રૂબરૂ વાત કરવા જણાવતા પ્રદીપ અને સંજય ઉર્ફે ચીન્ટુ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બુધિયાભાઈને પેટમાં લાત મારી ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા જેથી બુધિયાભાઈએ બૂમાબૂમ કરતાં લોકો ત્યાં દોડી આવતા આ બંને બુધિયાભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500