કોરોના બાદ કોરાની રસીકરણનું અભિયાન ખૂબ જ ઝડપી બનાવવામાં આવ્યું છે. લોકો હાલ વેકસીન માટે લાંબી લાઇન લાગવી રહ્યા છે ત્યારે સુરતના પીપોદરામાં કોરોના રસીનું કૌભાંડ ઝડપાયું હતું. પીપોદરા જીઆઈડીસીમાં 100 રૂપિયા લઈ કોરોના રસી મુકાતી હતી. ખાનગી ફેક્ટરીમાં કામ કરતાં પરપ્રાંતિય કામદારોને પૈસા લઈ રસી આપવામાં આવતી હતી.
હાલમાં ચાલી રહેલા વેકસીનેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો વેકસીન લઈ રહ્યા છે. લોકો સવારથી જ લાઈનો લગાવીને ઉભા રહે છે. ત્યારે કિમ પીપોદરા ખાતે એક ખાનગી ફેકટરીમાં પૈસા લઇ વેકસીન આપવામાં આવી રહી હતી. જેમાં કાર્યક્રમ કરનાર સંચાલકોએ 100 રૂપિયા લઈ વેક્સિન આપી હોવાની કબૂલાત પણ કરી હતી. માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઇડીસીમાં મોગલ માતાના મંદિરની પાછળ ખાનગી કંપનીમાં વેક્સિન મુકવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હોય ત્યાં મજૂરો પાસેથી વેક્સિન મૂકવાના નામે 100 રૂપિયા લેવાતા હોવાની જાણ કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતાને થઇ હતી. આમ આદમી પાર્ટીએ વિડિઓ રેકોર્ડિંગ કરીને આનો ભાંડો ફોડ્યો હતો. હવે સવાલ એ ઉભો થયો કે આયોજકો વેક્સિન લાવ્યા ક્યાંથી અને શું આ વેક્સિન અસલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application