સુરત જીલ્લાના પલસાણા તાલુકાનાં ગાંગપુર ગામે રૂટિન ધનવંતરી રથ તપાસ માટે ગયો હતો. ત્યારે ગાંગપુર ગામે 80 જેટલા વ્યક્તિના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 17 જેટલા વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી પણ ગાંગપુર ગામે પહોંચી ગયા હતા.
ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમે 17 વ્યક્તિઓને હોમ કોરોંટાઈન કરી સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ કરતાં ગામની મહિલા સામૂહિકમાં વઘઇ ખાતે પ્રવાસે ગયા હતા અંદાજિત 23 વ્યક્તિઓ પ્રવાસે ગયા હતા. જે પૈકી 17 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગંગાધરા પી.એચ.સીના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ પણ ગાંગપુરમાં 17 વ્યક્તિનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યુ છે. આ ઉપરાંત ગંગાધરા પી.એચ.સી અંતર્ગત આવતા ગામડામાં અન્ય 6 વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500