ભાજપના પ્રદેશ અધ્યક્ષના બર્થ-ડેની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોશિયલ ડિસ્ટનશીંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા.
પાંડેસરા સ્થિત ચીકુવાડી ખાતે આજરોજ આયોજિત બ્લડ કેમ્પમાં સુરત ભાજપના વર્તમાન નગરસેવક અને પૂર્વ નગરસેવકો ઉપસ્થિત રહ્યાં હતા જેમાં મોટાભાગના માસ્ક વિના નજરે ચઢ્યા હતા. ભાજપના કાર્યક્રમમાં વહીવટી તંત્રની દખલગીરી થતી નથી એ વાત જગજાહેર હોવાથી ભાજપના અગ્રણીઓ બેફામ બન્યા છે. કોરોનાના કેસ વધી રહ્યાં હોવાં ભાજપના અગ્રણીઓ નચિંત બનીને સોશિયલ ડિસ્ટનસીંગનો સરેઆમ ભંગ કરી રહ્યાં હોવાની ફરિયાદ મહાનગર પાલિકા કમિશનર પણ કરવામાં આવી હતી અલબત્ત ભાજપના કોઈપણ આગેવાન સામે કાર્યવાહી થાય તેવા સંકેત મળ્યા નથી.
મુખ્ય આરોગ્ય અધિકારી આશિષ નાયક પણ આ અંગે હકીકત થી છે જેમાં ફોટોને આધાર બનાવી કાર્યવાહી થઈ શકે એવી ચર્ચા ઉપડી છે. પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને રિઝવવા માટે આયોજિત કેમ્પમાં ભાગ લેનાર સામે કાર્યવાહી કરવામાં વહીવટી તંત્રના હાથ-ટાંટિયા ધ્રુજી રહ્યાં છે. સુત્રો જણાવે છેકે, પાલિકામાં અગત્યની પોસ્ટ પર કોને બેસાડવા તે અંબાનગરથી નક્કી થાય છે એટલે ભાજપના પ્રદેશ પ્રમુખ સામે સિંગડા ભેરવી શકે એવો કોઈ ભડવીર પાલિકામાં દેખાતો નથી. ઉલ્લેખનીય છેકે આગામી વર્ષના અંતિમ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં ઉધના વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટણી લડવા છોટુ પાટીલ તૈયારી કરી રહ્યાં છે. સીઆરના હનુમાન હોવાથી મોટાભાગના કોર્પોરેટરો અને અગ્રણીઓને પણ છોટુ પાટીલને ત્યાં હાજરી ભરવાની ફરજ પડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500