સુરતના બારડોલી તાલુકાના તેન ગામે રહેતી બે બહેનોના લગ્ન વલસાડના ગુંદલાવ ખાતે થયા હતા. લગ્ન બાદ તેમના પતિ અને સાસરિયાઓ તેમની સાથે નજીવી બાબતે મારઝૂડ કરતાં હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના તેન ગામે આવેલ સુરજનગર સોસાયટીમાં રહેતા વિજયભાઇ હીરાભાઈ વાઘેલાની દીકરી નયનાબેન તથા ચંદાબેન નાઓના લગ્ન વલસાડના ગુંદલાવ લીમડાચોક ખાતે રહેતા બે ભાઈઓ બળવંતભાઈ પરમાર તેમજ પ્રકાશભાઈ બળવંતભાઈ નાઓ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ આ બંને મહિલાઓના પતિ તેમજ સસરા બળવંતભાઇ કાલાભાઈ પરમાર, સાસુ લીલાબેન, જેઠ વિજયભાઈ તથા નણંદ સુનિતાબેન નાઓ નજીવી બાબતે બોલાચાલી કરી તેમની સાથે મારઝૂડ કરતાં હતા અને તેમને સાસરીમાંથી લઇ ન જતા હોય તેમજ આ બંને મહિલાના માતા-પિતાએ સાસરી પક્ષના માણસોને સમાજ રાહે તેમજ પોતે સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ તેઓ માનતા ન હતા અને આ બને મહિલાઓને સાસરિયાઓ મારઝુડ કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા તેમ છતા તેઓનો સંસાર બગડે નહી અને તેમના પિતાજીની આબરૂ સમાજમા ન જાય તે માટે તેઓનો ત્રાસ સહન કરતા હતા અને તેઓના ત્રાસથી કંટાળી જઇ આખરે આ બંને મહિલાઓ પિયરમા રહેવા આવી ગયેલ છે અને ત્યારબાદ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500