Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિરા વેપારીની કંપનીનો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી હલકી કક્ષાના હીરા વેચનાર દલાલ સામે ફરિયાદ

  • August 29, 2021 

સુરતના હરિપુરા રોડ ડી.ટી.સી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા હિરા વેપારીની કંપનીનો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી સર્ટીફિકેટ અને તેના નંબરો યેનકેન પ્રકારે મેળવી તેના આધારે બજાર માંથી હલકી કક્ષાનો હિરા ખરીદી તેના ઉપર હિરા વેપારીની કંપનીના સર્ટીફિકેટ નંબરો કોતરી ખોટા સટિફિકેટ બનાવનાર હિરા દલાલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

 

 

 

 

 

મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ. વેસુ સી.બી.પટેલ રોડ રાજહંસ સિમ્ફોનીયા ખાતે રહેતા હિરા વેપારી ફોરમ કેતનભાઈ ઝવેરીએ ગતરોજ પોલીસમાં હિરા દલાલ કમ વેપારી ધર્મેશ વિસા પટેલ (રહે.શાલિન એપાર્ટમેન્ટ,કતારગામ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપી ધર્મેશે તેમની કંપનીના ટ્રેડમાર્ક (જી.આઈ.એ) નો ઉપયોગ કરી આર્થિક રીતે નફો મેળવવા, ખોટા હિરાનો માલ ગ્રાહકોને આપવા ઠગાઈ કરવાના ઇરાદે તેમની કંપનીના જનરેટ કરાયેલા સર્ટીફિકેટ તથા સર્ટીફિકેટના નંબરો મેળવી તેનો સાચા સર્ટીફિકેટ આધારે હિરા બજારમાંથી યેનકેન પ્રકારે હલકી કક્ષાનો હિરા અને સીવીડી મેળવી કે ખરીદતો હતો અને ફોરમભાઈની કંપનીના સટીફાઈડ કરવામાં આવેલા હિરાઓના સટીફિકેટના આધારે તેની પાસેના મશીન તથા અન્ય સાધનોથી સટીફિકેટ મુજબના નંબરો કોતરી તથા ખોટા સર્ટીફિકેટ બનાવી તેમની કંપનીને નામનાને ઠેસ પહોચાડી હતી. પોલીસે ફોરમભાઈની ફરિયાદ ધમે્શ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application