સુરતના કાપોદ્રા ગાયત્રી નગરમાં આવેલા હીરાના કારખાનામાં લેસર ટીચીંગની નોકરીએ જોડાયાના પાંચમા દિવસે જ કારીગર કારખાનાના મેનેજરે આપેલા રૂપિયા 8.50 લાખની કિંમતના રફ હીરાના પાંચ પેકેટની ચોરી કરી અડધા કલાકમાં જ નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોટાવરાછા સુદામા ચોક એબીસી સર્કલ ખોડીયાર નગર સોસાયટી ઘર નંબર/બી/172માં રહેતા સંજયભાઇ નાગજીભાઇ જસાણી(ઉ.વ.31) કાપોદ્રા લંબે હનુમાન રોડ રચના સોસાયટીની બાજુમાં ગાયત્રી નગર સોસાયટી ખાતા નંબર-13માં જેબીસી ડાયમંડના નામે ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવે છે. ગત તા.10મી ના રોજ તેમના કારખાનામાં મૂળ પાટણના સંતલપુરના ઝઝામનો વતની અને સુરતમાં કતારગામ પારસ શાક માર્કેટની સામે કુબેરનગર સોસાયટી મકાન નંબર-28માં રહેતો મહેશ રણછોડભાઇ ચૌધરી(ઉ.વ.22) લેસર ટીચીંગની નોકરીએ જોડાયો હતો અને ગતરોજ બપોરે 1.30 કલાકે કારખાનાના મેનેજર ચુનારામભાઈએ મહેશને રૂપિયા 8.50 લાખની કિંમતના 238.17 કેરેટના 579 નંગ રફ હીરાના પાંચ પેકેટ આપ્યા હતા. જોકે, અડધો કલાક બાદ મહેશ તેની જગ્યાએ નજરે નહીં ચઢતા મેનેજરે કારખાનેદાર સંજયભાઈને જાણ કરી હતી. સંજયભાઈએ મહેશનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ ફોન બંધ હતો. મહેશની જુદા-જુદા સ્થળે તપાસ કરવા છતાં તેની ભાળ નહીં મળતા છેવટે ગતરોજ સાંજે સંજયભાઈએ મહેશ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં રૂપિયા 8.50 લાખના રફ હીરાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application