સુરત શહેરનાં પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 10 વર્ષની બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન એક યુવક બાળાની એકલતાનો લાભ લઇ તેનો હાથ પકડી ઘરની પાછળના ભાગે લઇ ગયો હતો. જયાં એકાંતનો ગેરલાભ લઇ બાળા સાથે અશ્લીલ હરકત કરી હતી. જોકે બાળાએ યુવકની હરકતનો પ્રતિકાર કરી બાળકી ત્યાંથી ભાગી ગઇ હતી અને આ સમગ્ર ઘટના અંગે બાળકી એ પોતાની માતાને જણાવ્યું હતું.
માતાએ પુત્રી સાથે અધમ કૃત્ય કરવાનો પ્રયાસ કરનારની શોધખોળ કર્યા બાદ સ્થાનિક સામાજીક કાર્યકરોની મદદથી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બાળા સાથે અશ્લીલ હરકત કરનાર સુરજ અરૂણ પાંડે (ઉ.વ.24)ની ધરપકડ કરી હતી.
આ ઘટના અંગે પાંડેસરા પીઆઇ એ.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળકીનો પરિવાર અને સુરજ પાંડે વચ્ચે પાંચેક દિવસ અગાઉ સામાન્ય બાબતમાં ઝઘડો થતા સુરજે બાળકીને નિશાન બનાવી હતી અને બાળા સાથે અન્ય કોઇ અઘટિત ઘટના બની છે કે નહીં તે અંગેની તપાસ માટે મેડીકલ ટેસ્ટ કરવા અને યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500