Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેપારી ઉપર હુમલો કરી રૂપિયા 35 હજારની લૂંટ કરતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ

  • December 24, 2021 

સુરતના લિંબાયત શંકરનગર ચાર રસ્તા પાસે અગ્રવાલ વેપારીને મળવા માટે બોલાવ્યા બાદ તેના મિત્રએ સાગરીતો સાથે મળી કહ્યું તે અપને આપ કો ક્યા સમજતા હે તેમ કહી પટ્ટા અને લાકડાના ફટકાથી ઢોર મારમારી મોબાઈલ ફોન અને ભાઈની સારવાર માટે રોકડા ૧૫ હજાર મળી કુલ રૂપીયા ૩૫ હજારના મતાની લૂંટી લીધા હતા તેમજ જતા જતા તુ ને જા પોલીસ કેસ કિયા તો તુ જે જાન સે માર દેગે તેવી ધમકી આપી હતી. બનાવની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના ઝુનઝુન તાલુકાના વતની અને હાલમાં શહેરમાં લિંબાયત ડુંભાલ ફાયર સ્ટેશનની સામે વાટીકા ટાઉનશીપમાં રહેતા અને ઉધના રોડ નંબર-છ ઉપર ટેક્ષટાઈલ પેકીંગનો વેપાર કરતા ૪૨ વર્ષીય આલોક ઝિંદારામ અગ્રવાલ સાંજે  અડાજણમાં આવેલ હોસ્પિટલમાં દાખલ તેના ભાઈ સંજય અગ્રવાલ પાસે બેઠો હતો.તે વખતે પાંચેક વાગ્યે મહેન્દ્ર પાટીલ નામના ઓળખીતાએ ફોન કરી લિંબાયત શંકરનગર ખાતે મળવા માટે બોલાવ્યો હતો. જેથી આલોક બાઈક લઈને તેને મળવા માટે ગયો હતો. ત્યાં આલોક સાથે તેના મિત્ર માયા, કેતન અને લોટન પાટીલ હાજર હતો. માયાએ આલોકને ક્યુ તુ અપને આપ કો ક્યા સમજતા હે તેમ કહી બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. આલોકે ગાળો આપવાની ના પાજતા આરોપીઓ ઉશ્કેરાઈને ઢીકમુક્કીનો, પટ્ટાથી તેમજ લાકડાના ફટકાથી છાતી, મોઢા, પીઠ સહિત શરીરના ભાગે  ઢોર મારમાર્યો હતો. માયાએ પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ અને તેના ભાઈ સંજયની હોસ્પિટલ સારવાર માટેના રાખેલા રોકડા ૧૫ હજાર મળી કુલ રૂપિયા ૩૫ હજારના મતાની લૂંટી લીધા હતા. આરોપીઓએ જતા જતા તુ ને જા પોલીસ કેસ કિયા તો તુ જે જાન સે માર દેગે તેવી ધમકી આપી હતી. આલોક પ્રાઈવેટ રીક્સા કરી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ગયો હતો તયં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ તેનો ભાઈ પ્રદીપ ત્યાં આવી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે આલોકની ફરિયાદ લઈ ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application