સુરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથોસાથ જાનમાલને નુકશાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે. પોલિસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં જાહેર રસ્તાઓ/રોડ તથા ફુટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા સળગાવી રસ્તા ઉપર કે ફુટપાથ ઉપર કે કોઇ વ્યકિત ઉપર કે જાહેરમાં છુટા ફેંકવા, રાત્રીના ૧૦.૦૦થી સવારના ૦૬.૦૦ વાગ્યા દરમિયાન ફટાકડા/ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ રહેશે.
તેમજ તમામ કોર્ટ કચેરી, હોસ્પિટલ, શાળા-કોલેજોના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ફટાકડા ફોડવા તથા ડી.જે.વગાડવા ઉપર, પેટ્રોલ જેવા અથવા સળગી ઉઠે તેવા પદાર્થોથી રસાયણીક કારખાનાઓ આવેલ હોય તેવા વિસ્તારના ૧૦૦ મીટર વિસ્તારમાં, ખાસ કરીને ડુમ્મસ એરપોર્ટની ફરતી દિવાલ/ફેન્સીંગ તારની વાડ ઘેરાવામાં હવાઇ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા ફટાકડા ફોડવા, હજીરા અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની કંપનીઓના કંપાઉન્ડના ઘેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા કે ડી.જે.વગાડવા નહી. આ હુકમનો અમલ તા.૨૪/૦૩/૨૦૨૩ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500