Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાઈલોટ બનનાર ઓલપાડની કિસાન દીકરી મૈત્રી પટેલને શુભેચ્છાઓ આપતા મુખ્યમંત્રી

  • September 07, 2021 

અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને ૧૯ વર્ષની સૌથી નાની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની કિસાન દીકરી અને ગુજરાતનું ગૌરવ મૈત્રી પટેલને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ ગાંધીનગર ખાતે અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.

 

 

 

 

 

 

ઉલ્લખનીય છે કે, ઓલપાડના શેરડી ગામના મુળ વતની અને હાલમાં ઓલપાડ ખાતે રહેતા ખેડૂત શ્રી કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રીએ સુરતમાં ધો.૧૨નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમેરિકામાં કુલ ૧૮ માસની પાઈલોટની તાલીમ માત્ર ૧૧ મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૧૯ વર્ષની વયે કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાઈલોટ બનવાની સિદ્ધિ મેળવી હતી. આ મુલાકાત પ્રસંગે પાઈલોટ મૈત્રી પટેલના માતા-પિતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ વ્યવસાયિક સેલના સંયોજક કરસનભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application