Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરફોડ ચોરી કરતી આંતરરાજય MP ની ચડ્ડી-બનીયાનધારી પારધી ગેંગ ઝડપાઈ, ગેંગના માણસોને અલગ અલગ કામ સોપવામાં આવતુ હતું

  • May 04, 2021 

સુરતમાં છેલ્લા ચાર મહિનાથી પડાવ નાંખી અલગ અલગ વિસ્તારમાં રાત્રીના સમય દરમિયાન ચોરી કરતી આંતરરાજ્ય એમ.પી. ની ચડ્ડી બનીયાનધારી પારધી ગેંગના ૧૦ સાગરીતોને ઝડપી પા઼ડવામાં પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ માત્ર સુરત શહેરમાં જ ૧૪ ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરી છે. આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લા ઉપરાંત મુંબઈ, બિહાર, પંજાબ, રાજસ્થાન અને મઘ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાઍ હાથફેરો કર્યો હોવાની કબુલાત કરી છે. ટોળકી પાસેથી રોકડા ૩૬ હજાર, ૧.૪૮ લાખના સોના ચાંદીના દાગીના, મોબાઈલ, કાંડા ઘડિયાળ અને ચોરી કરવાના સાધનો કબજે કર્યા છે જયારે ગેંગના છ સાગરીતોને વોન્ટેડ બતાવ્યા છે.

 

 

 

 

 

 

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચડ્ડી બનીયારધારી ગેંગ સક્રિય બની હતી અને રાત્રીના સુમારે  ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતી હતી. શહેરમાં ઉપરા છાપરી બનતા ગુનાઓને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ખાસ કોમ્બીંગનું આયોજન કરવા માટે સુચના આપી હતી જે અંતર્ગત અધિક પોલીસ કમિશનર ટ્રાફિક ઍન્ડ ક્રાઈમ દ્વારા આવા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા તેમજ બનતા અટકાવવા માટે ઍકશન પ્લાન તૈયાર કર્યો હતો. અને ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર,આર. સરવૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ઍલ.ડી. વાઘડીયા સહિતના પીઍસઆઈઓની અલગ અલગ ટીમો બનાવી હતી. તે દરમિયાન ઘરફોડ સ્ક્રોડની ટીમે ટેકનિકલ અને હ્નામન ઈન્ટેલિજન્સ આધારે ઍવી બાતમી મળી હતી કે ચડ્ડી બનીયાનધારી ગેગના માણસો છેલ્લા ઘણા સમયથી રાત્રીના સુમારે ચોરી કરે છે અને તેઓ પોતાના વતન નાસી જવાના છે. જે  બાતમીને વર્કઆઉટ કરી અલગ અલગ ટીમો બનાવી મોટા વરાછા લેક ગાર્ડન પાસેથી ચડ્ડી બનીયાનધારી પારધી ગેગના દસ સાગરીતોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

 

 

 

 

 

 

ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી રોકડા ૩૬,૦૦૦, રૂપિયા ૧,૪૮,૪૯૮નો ચોના સાંદીના દાગીના, ૮ નંગ કાંડા ઘડીયાળ અને ૮ મોબાઈલ કબજે કર્ય હતા. આ ઉપરાત ચોરી કરવાના સાધનો લોખંડનું ગણેસીયુ, પેચીંયા નંગ-૨ તાર ક્ટીંગ કરવાનું પક્કડ, વાંદરી પાનું, લોખંડની કાનસ, હેન્ડ ડ્રીલ પાનુ, ગીલોલ નંગ-૪ કબજે કર્યા હતા.ઍમ.પીની  ચડ્ડી બનીયાનધારી પારધી ગેîગની પ્રાથમિક પુછપરછમાં સુરત શહેરમાંï જહાંગીરપુરા, કાપોદ્રા, કતારગામ, ખટોદરા, ઉમરા, સરથાણા, સિંગણપોર, અમરોલી ,ચોકબજારમાં ૧૪ ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરી હતી. અ ઉપરાંત ટોળકીઍ ગુજરાત રાજયમાં અમદાવાદ, બરોડા, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, નવસારીમાં જયારે અન્ય રાજયમાં મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબમાં પણ ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ટોળકીના છ સાગરીતોને વોન્ટેડ બતાવ્યા છે.

 

 

 

 

દિવસમાં ફુગ્ગા વેચી રેકી કરતા

ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં આંતરરાજ્ય ઍમ.પીની ચડ્ડી બનીયાનધારી પારધી ગેગે સુરતમાં છેલ્લા ચાર મહિનાથી પડાવ નાંખ્યો હતો. ગેîગમાં કુલ ૧૬ સાગરીતો છે. જેમાંથી કેટલાક સાગરીતો દિવસમાં ફુગ્ગા વેચવાનું કામ કરી રેકી કરતા હતા. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમયગાળામાં રીક્ષામાં બેસી જુદાજુદા વિસ્તારોમાં ફરી ખુલ્લી જગ્યા પાસે વીઆઈપી બંગલાઓને ટાર્ગેટ કરતા હતા. સાંજે સાત વાગ્યે પરત નાસી જતા. ટોળકીના માણસો જે જગ્યાની રેકી કરતા તે જગ્યાનું નામ સરનામું રીક્ષા ચાલક પાસે કાગળ પર લખી લેતા હતા. અને રાત્રીના આઠ વાગ્યે જુદી જુદી રીક્ષામાં બેસી રેકી કરેલ જગ્યાએ પહોચી જતા હતા. અને અવવારૂ જગ્યામાં રાત્રી રોકાણ કરી દોઢ-બે વાગ્યે ચોરી કરવા જતા હતા. 

 

 

 

 

 

ઓળખ ન થાય તે માટે કપડા કાઢી ચડ્ડી બનીયાન પહેરતા

ટોળકી જ્યાં પણ ચોરી કરવા માટે જતા ત્યારે પોતાની ઓળખ છતી ન થાય તેનું ખાસ ધ્યાન રાખતા હતા જે માટે તેઓ પોતાના કપડા કાઢી નાંખતા હતા અને ચડ્ડી બનીયન પહેરતા હતા. અને કપડા પોતાની લૂંગીમાં વીટાળી લુંગી કમરના ભાગે બાંધી દેતા હતા. ચંપલ બનીયાનના પાછળના ભાગે નાંખતા જયારે ચોરી કરવા માટેના સાધનો થેલામાં મુકતા હતા. અને ચોરી કરવા જતા ત્યારે સાધનો પણ લુંગીમાં મુકી કમરના ભાગે ખોસી છુપાવતા હતા. ચોરી કર્યા બાદ પરત પોતાની જગ્યાએ આવી જતા અને સવાર થાય એટલે પેન્ટ શર્ટ પહેરી લોકોની અવર જવર અને ભીડમાં ચાલતા ઓટોરીક્ષામાં બેસી પરત પોતાની મુળ જગ્યાએ નાસી જતા હતા.અને અમરોલી ખાતે આવી ચોરીનો રોકડ રકમ સહિતનો મુદ્દામાલ સરખે ભાગે વહેચી લેતા હતા.

 

 

 

 

 

ગેંગના માણસોને અલગ અલગ કામ સોપવામાં આવતુ હતું

ગેંગના તમામ માણસો સાથે ચોરી કરવા માટે જતા હતા પરંતુ તમામ ઘરમાં ઘુસ્તા ન હતા દરેકને ઘરમાં કેવી રેતી ઘુસવાનું જે અંગે કામકાજ સોપી દેવામાં આવતુ હતું જેમાં રાજકુમાર, દેવા પારધી, ગજરાજ વારાફરતી ઘરની બારીના ખીલ્લા પેચીયાથી ખોલતા હતા. ત્યારબાદ રૂકેશ ચોટલી અને કાલુ દરવાજાનો નકુચો વાંદરીયા પાનાથી તોડવાનું કામ કરતા અને દાવ પારખી કાર કટીંગ કરતો હતો. ત્યારબાદ ઘરમાં ચોરી કરવા માટે ઘુસતા હતા

 

 

 

 

 

રસોડામાંથી ખાવાનું પણ ખાઈ જતા

પોલીસની પુછપરછમાં ઍક ચોકવનારી બાબત ઍવી પણ બહાર આવી હતી કટોળકી જે ઘરને નિશાન બનાવી છે ત્યાં ચોરી કર્યા બાદ જા રસોડામાં ખાવાનું મળે તો ત્યાં બેસીને ખાવાનું ખાઈને જતા હતા. ટોળકી ઘરમા્ં બેસી બિન્દાસ્ત જમ્યા બાદ વારાફરતી ઘરમાંથી નિકળતા હતા. અને પરત પોતાની જગ્યાઍ આવી જતા હતા અને સવાર થવાની રાહ જોતા અને અજવાળુ થાય ત્યારે શર્ટ પેન્ટ પહેરી પોતાની મૂળ જગ્યાએ નાસી જતા હતા.

 

 

 

 

 

કુતરાને ભગાડવા માટે ગીલોલ સાથે રાખતા

પારધી ગેગ દ્વારા જે પણ બંગલામાં ચોરી કરવાનું નક્કી કર્યા બાદ તમામને અલગ અલગ કામકાજ સોપી દેતા હતા જે પ્રમાણે રાજકુમાર, દેવા, રજરાજ ઘરમાં ચોરી કરવા માટે ઘુસ્તા હતા જયારે દિનેશ. બલ્લા, રાજુ સોલંકી, વિકાસ, અર્જુન. શીમ્બા, બાપુસીંગ, મોન્ટી પારધી ઘરની આજુબાજુમાં ઉભા રહી કોઈ બહારથી આવે તો અંદરના માણસોને ઍલર્ટ કરવાનું કામકાજ કરતા હતા જયારે બાકીના માણસો રોડની આજુબાજમાં વોચ રાખતા હતા. તેઓ પોતાની પાસે ગીલોલ રાખતા હતા તેઓ કુતરાઓ ભસે તો ગીલોલમાં પથ્થર મૂકીને કુતરાઓને મારતા તેમજ લોકો જાગી જાય તો પથ્થર મારતા હતા.

 

 

 

 

ઝડપાયેલા આરોપીઓના નામ

 

  1. નંદુ કનૈયા પારધી(ઉ,.વ.૪૫, રહે,પ્રધાનમંત્રી આવાસ રતલામ મધ્યપ્રદેશ)
  2. દિનેશ બન્નેસીંગ પારધી (ઉ.વ.૪૨.રહે,પ્રધાનમંત્રી આવાસ રતલામ મધ્યપ્રદેશ)
  3. બાપુસીંગ ઉર્ફે બાપુ શાહુસીંગ ફુલમાળી (ઉ.વ.૬૦.રહે,નીલગંગા ઉજ્જૈન મધ્યપ્રદેશ)
  4. બલ્લા કનૈયાલાલ ભીલ(ઉ.વ.૫૫.રહે,બીલપા, રતલામ મધ્યપ્રદેશ)
  5. કાલુ બાલા બામણી (ઉ.વ.૨૨.રહે, બીલપા રતલામ મધ્યપ્રદેશ)
  6. રાજકુમાર ચુન્નીલાલ પવાર (રગે,રતલામ મધ્યપ્રદેશ)
  7. વિકાસ બાબલા સોલંકી (રહે, ગ્વાલીયર મધ્યપ્રદેશ)
  8. અર્જુન પ્રમસીંહ સોલંકી (રહે,. રતલામ મધ્યપ્રદેશ)
  9. સીમ્બા દુર્ગા પવાર (ઉ.વ.૧૮. રહેસ.રતલામ મધ્યપ્રદેશ)

 

 

 

 

 

વોન્ટેડ આરોપી
  1. રૂકેશ ઉર્ફે ચોટલી સુરેશ પારધી (રહે, ગુના મધ્યપ્રદેશ)
  2. દેવા રૂપા પારધી (રહે, ગુના મધ્યપ્રદેશ).
  3. સચીન બલ્લા ભીલ (રહે, ગુના મધ્યપ્રદેશ)
  4. ગજરાજ
  5. મોન્ટુ નંદુ પારધી (રહે, ગુના મધ્યપ્રદેશ)
  6. કાલા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application