સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના અલ્તાફભાઈ ગબરૂભાઈ નાઓને મળેલી બાતમી આધારે પલસાણા તાલુકાના ચલથાણ આવેલ અંબિકા નગરના એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા કિશોરના ફ્લેટની તપાસ કરતા ફ્લેટ માંથી અલગ-અલગ 5 જેટલા થેલા મળી આવ્યા હતા અને જેમાં ચેક કરતા થેલા માંથી અલગ-અલગ બ્રાન્ડની 213 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જયારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પૂછપરછ કરતા કિશોરે જણાવ્યું હતું કે, દમણથી એક ઈસમે તેને આ દારૂ થેલામાં ભરી આપ્યો હતો જે બાદ અલગ-અલગ વાહનો દ્વારા તે અહીં આવ્યો અને અહીંથી સુરત સહારા દરવાજા ખાતે રહેતી સુમનબહેન નામની મહિલાને આપવાનો હતો. આમ, પોલીસે કિશોર પાસેથી દારૂ અને મોબાઈલ મળી 24,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કિશોરને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપી દારૂ આપનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application