સુરતના મહુવા તાલુકાના બુટવાડા ગામની સીમમાં શેરડી ભરેલું ટ્રેકટર રોડની બાજુમાં આવેલ ગટરમાં ઉતરી જતા શેરડી ટ્રેકટર ચાલક પર પડતા ચાલકનુ શેરડી નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. બનાવ અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ આહવા ડાંગના ઢોગી આંબા ગામે રહેતા અને હાલ ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામે રહી પરભુભાઈ સુરજીભાઈ ઝાટિયા (ઉ.વ.28) ટ્રેકટરના ડ્રાયવર તરીકે નોકરી કરે છે અને જે ગતરોજ વહેલી સવારે પરભુભાઈ ઝાટિયા ખેતરમાંથી શેરડી ભરેલ ટ્રેક્ટર નંબર જીજે/19/બી/252ને દાદરીયા સુગરમાં લઈ જઈ રહ્યા હતા.તે દરમિયાન ખેતરમાંથી પુરઝડપે બહાર નીકળતા સમયે ચાલક પરભુભાઈ ઝાટિયાએ સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેકટર માર્ગની બાજુમાં આવેલી ગટરમાં ઉતરી ગયુ હતુ અને પાછળ ટ્રેલરમાં ભરેલી શેરડી ટ્રેકટર ચાલક પર પડતા ચાલક શેરડી નીચે દબાઈ ગયો હતો. જોકે સ્થાનિક મજૂરો દ્વારા તેમને બહાર કાઢી તપાસ કરતા ટ્રેકટર ચાલક પરભુભાઈ સુરજીભાઈ ઝાટિયાનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. બનાવ અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application