કડોદરા નગરની એક સોસાયટીમાં પત્ની અને સાળો મળી પતિને મારમારી ટેમ્પા પાછળ બાંધી ઘાતકી રીતે રોડ પર ઘસડયો લોકોમાં આ બનાવ એ ભારે ચકચાર મચાવી હતી યુવાનની હાલત ગંભીર હોવાથી સોમવારના રોજ વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતકના કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુરત શહેરનાં કડોદરા વિસ્તારમાં આવેલ દુર્ગા-નગરમાં રહેતા બાલકૃષ્ણ રમેશ રાઠોડ (ઉ.વ.35) અને તેની પત્ની શીતલ વચ્ચે સામાન્ય બાબતમાં ઝગડો થયો હતો. જે બાદ પત્નીએ તેના ભાઈ અનિલ ચૌહાણને બોલાવ્યો અને ભાઈ-બહેનએ મળી બાલકૃષ્ણને મારમારી અનિલ ચૌહાણે પોતાના અશોક લેલન કંપનીના ટેમ્પાની પાછળ દોરડા વડે બાંધી અર્ધો કિલોમીટર સુધી રોડ પર ઘસડ્યો હતો. જે જોઈ સ્થાનિકોએ ટેમ્પાને અટકાવવા જતા ટેમ્પો રોડની બાજુમાં રહેલા કેનાલમાં ઊંધો વળ્યો હતો જે બાદ ભેગા થયેલ લોકોએ ભાઈ-બહેનને મારમારી પોલીસને હવાલે કર્યા હતા અને ત્યારબાદ બાલકૃષ્ણને સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા કડોદરા પોલીસે બાલકૃષ્ણના કાકા અન્ના રાઠોડની ફરિયાદનાં આધારે બાલકૃષ્ણની પત્ની અને ભાઈ વિરુદ્ધ હત્યાની ઇરાદે મારવાના ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application