સલાબતપુરા પોલીસે રોકડા રૂપિયા 39.72 લાખની મોપેડ ઉપર હેરાફેરી કરતા કાપડ દલાલ અને વિધાર્થી ને પીપરડી શેરી પાસેથી ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સલાબતપુરા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીપરડી શેરી પાસે મોપેડ ઉપર જતા બે યુવાનને અટકાવી ને તપાસ કરતા તેમની પાસેથી રોકડા રૂપિયા 39,72,200/- મળી આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આચાર સંહિતા લાગુ થયા બાદ બંને પાસેથી આટલી મોટી માત્રામાં રોકડ રકમ મળતા સલાબતપુરા પોલીસે મોપેડ ચાલક કાપડ દલાલ રીઝવાન એહમદ રઇશએહમદ અંસારી(ઉ.વ.36) અને મોપેડ ઉપર પાછળ બેસેલા વિધાર્થી ઉન્નેશ મોહમંદ નઇમ અંસારી(ઉ.વ.20, બંને રહે.ચોકબજાર,સુરત)ની ધરપકડ કરી રોકડ રકમ અને મોપેડ મળી કુલ રૂપિયા 40,02,200/-નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500