બારડોલી નગરપાલિકાના શાસકો સત્તામાં આવ્યા બાદ નગરમાં અધૂરા વિકાસના કામોને વેગ આપવા બાબતે શુષ્ક જણાયા છે. જોકે નગરમાંથી પસાર ખાડીમાં બોક્સ કલવર્ટની અધૂરી કામગીરીમાં જનતા સોસાયટીના ગરનાળા નજીક આવેલ કોર્પોરેશન બેંકથી પુનિતના ગરનાળા સુધીની 200 મીટર ખાડીમાં 96 લાખ રૂપિયાની બોક્સ કલવર્ટનું કામ મે માસમાં શરૂ કરવાનું હતું, પરંતુ શાસકોએ સ્થાનિકોનો વિરોધ વચ્ચે તત્કાલ નિરાકરણ લાવવામાં અસમર્થ રહ્યા હતા ત્યારે ફરી પાછું ઘણા દિવસો બાદ આખર નિરાકરણ આવતા કામ તાત્કાલિક શરૂ કરાયું હતું.
પરંતુ વરસાદ ચાલુ થઈ જતા, કામ બંધ કરવાની નોબત આવી હતી. હાલ વરસાદ બંધ થયાને પણ ઘણા દિવસો વીતી જવા છતાં ખાડીમાં કામ શરૂ કરાવી શક્યા નહિ તેથી તાજેતરમાં કામ શરૂ કરવાની સૂચના મળતા જ ફરી કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ઝડપભેર બોક્સ કલવર્ટનું કામ જેસીબીથી શરૂ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application