સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જૂના કોસંબાથી નેશનલ હાઈવે નંબર-48 તરફ જતાં રોડ પરથી પસાર થઈ રહેલ યુવકની બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા નીચે પટકાયેલ શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ ઉપર મોત નીપજયું હતું.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ તાલુકાનાં હથોડા ગામે પરમાર ફળિયામાં રહેતો યુવક, ધર્માગકુમાર મહેન્દ્રભાઈ ચૌહાણ જે રાત્રિના સમયે યુનિકોર્ન બાઇક નંબર જીજે/19/બીસી/7785 ઉપર સવાર થઈ જૂના કોસંબા ગામેથી નેશનલ હાઈવે નંબર-48 તરફ જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પૂર ઝડપે હંકારી આવેલ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં ધર્માગને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application