બારડોલી તાલુકાનાં રજવાડ ગામની સીમમાં મઢીથી માંડવી જતાં રોડ પર નવી વસાહત પાસે એક બાઈક વીજળીના થાંભલા સાથે અથડાતાં બાઈક સવાર પિતા પુત્રીને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં જામણકુવા ગામે નિશાળ ફળિયામાં રહેતા સોમાભાઈ છિપાભાઈ ચૌધરી પોતાની પુત્રી નિશા સાથે ખરીદી કરવા માટે બારડોલી તાલુકાના મઢી ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા.
તે સમયે સાંજે સાત વાગ્યાના સુમારે મઢીથી માંડવી જતાં રોડ પર રજવાડ ગામની નવી વસાહત પાસે સોમાભાઈએ બાઈક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં તેમની બાઈક રોડના કિનારે વીજળીના થાંભલા સાથે અથડાય હતી.
આ અકસ્માતમાં સોમાભાઈ અને તેમની પુત્રી નિશાને ઇજા થતાં માંડવીની હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ સોમાભાઈનું મોત થયું હતું. ઘટના અંગે મૃતકના પુત્ર કલ્પેશ ચૌધરીએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500