Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હજીરામાં કેનેરા બેંક શાખામાં ચોરીનો પ્રયાસ, પોલીસ તપાસ શરૂ

  • January 05, 2022 

હજીરા ગામની કેનેરા બેંક શાખામાં બુકાનીધારી ચોરે સ્ટ્રોંગ રૂમ અને એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધ ખોળ હાથ ધરી હતી. ચોર્યાસી તાલુકાના હજીરા ગામના પટેલ સ્ટ્રીટમાં આવેલી કેનેરા બેંક શાખામાં ગતરોજ રાત્રે જેકેટ પહેરી મોંઢા પર બુકાનીધારી ચોર હાથમાં સળીયો લઇ ચોરી કરવા ત્રાટક્યો હતો.જોકે ચોરે બેંકના મેઇન દરવાજાની લોખંડની જાળી અને શટરનું લોક તોડી અંદર પ્રવેશી સ્ટ્રોંગ રૂમનું હેન્ડલ તોડી નાંખ્યું હતું. પરંતુ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં સફળતા મળતા બેંકની બાજુમાં આવેલા એટીએમ રૂમના દરવાજાનું પણ હેન્ડલ તોડી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ તોડવામાં નિષ્ફળ ગયો હતો. ઘટના અંગે બેંક મેનેજર જાલમભાઇ ભૂરીયાભાઇ વસાવા (ઉ.વ.57, રહે.બી 18,સ્વસ્તિક રો-હાઉસ,જહાંગીરાબાદ, ઉગત અને મૂળ.વાલપોર,તા.નેત્રંગ,જિ.ભરૂચ) નાએ જાણ કરતા હજીરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે બેંકના સીસીટીવીમાં કેદ થયેલી સમગ્ર ઘટનાને આધારે ચોરની શોધ ખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application