સુરતના ભાઠા પોલીસ ચોકી પાસે પોલીસના દંડથી બચવા માટે ડાર્ક ફિલ્મના કાર ચાલકે હેડ કોન્સ્ટેબલને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલે ગાડી ઉભી રાખવા માટે ઈશારો કરતા ચાલકે તેને જાનથી મારી નાંખવાના ઈરાદે કાર સીધી તેના તરફ હંકારી તેને ચડાવી દેવાની સાથે 10 મીટર સુધી ઘસડી જતા હાથમાં ફેકચર થવાની સાથે માથામાં ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર નંબરના આધારે ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાઠા ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાંતીભાઈ પટેલ (ઉ.વ.42, રહે.મિલન ટાઉનશીપ જહાંગીરપુરા ઓલપાડ રોડ ) ગતરોજ સાંજે સ્ટાફના માણસો સાથે ભાઠા ચોકી નજીક વાહન ચેકિંગમાં હતા. તે વખતે સાતેક વાગ્યાના આરસામાં ઈચ્છાપોર તરફથી એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી નંબર જીજે/05/સીએલ/5758ના ચાલકે ડાર્ક ફિલ્મ લગાવી હોવાથી સ્ટાફના માણસોએ તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે દંડ ન ભરવો પડે તે માટે ગાડી પુરઝડપે સીધા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ પટેલ ઉપર ચડાવી કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકે શૈલેષ પટેલને 10 મીટર સુધી ઘસડી ગયો હતો જેના કારણે તેમને હાથમાં ફેકચર થવાની સાથે માથામાં ઇજા પહોચી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈની ફરિયાદને આધારે ચાલક સામે ગુનો દાખલ કરી ગાડી નંબરના આધારે ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application