નાયબ વનરક્ષક પુનીત નૈય્યરને મળેલ બાતમીના આધારે, વનરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડના માર્ગ દર્શન હેઠળ દક્ષિણ રેંજના આરએફઓ ઉપેન્દ્રસિંહ રાઉલ, ફોરેસ્ટર બોધાણા, કલ્પનાબેન ચૌધરી, રમેશભાઈ પટેલ, પ્રકાશ દેસાઈ સાથે માંડવી તેમજ મહુવાના સ્ટાફે મહુવા રેંજના બોરિયા કાર્ય વિસ્તારમાં અલગ-અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ શરુ કર્યું હતું.
તે સમય દરમિયાન સરભોણ ગામ નજીકથી બારડોલી તરફ મુખ્ય રસ્તા પર બાતમી વાળો ટેમ્પો આવતા વન વિભાગના સ્ટાફે ટેમ્પા ને ઉભો રાખ્યો હતો. જે બાદ તેના ડ્રાઈવર નરેશભાઈ નટુભાઈ નાયકા (રહે.પલસાણા)ની પૂછપરચ હાથ ધરતા ટેમ્પોમાં ભરેલા સાગી લાકડાની કોઈ પણ પ્રકારની પાસ-પરમીટ મળી ન હતી. જયારે બીજો ટેમ્પો પલસાણા પોલીસના સ્ટાફ મળેલી બાતમીના આધારે એના ગામે તપાસ કરતા ગામના પાદર ફળિયું પાસેથી ટેમ્પો નંબર જીજે/15/એક્ષ/2883માં સાગી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. આ ટેમ્પોનો ડ્રાઈવર ભરતભાઈ સોમાભાઈ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે બંને ટેમ્પો મળી કુલ રૂપિયા 4,70,000/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500