સુરતના સીમાડા વિસ્તારની બે સંતાનની માતા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી ફરાર પ્રેમીની સરથાણા પોલીસે ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના સીમાડા વિસ્તારમાં રહેતી 28 વર્ષની બે સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી મોટા વરાછાનો યુવક રાહુલ રામજીભાઇ જીવાણી (ઉ.વ.30, રહે.બી/203, શીવધારા એપાર્ટમેન્ટ, રાજહંસ ટાવરની સામે, મોટાવરાછા, સુરત. મુળ રહે.સંરમભડા, તા.ગારીયાધાર, જિ.ભાવનગર) નાએ મહિલા સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.જયારે રાહુલ સાથે લગ્ન કરવા મહિલાએ તેના પતિને છૂટાછેડા આપી બે બાળકી પણ સોંપી દીધી હતી પણ રાહુલ લગ્નનો ઈન્કાર કરી બાદમાં ઘરેથી ક્યાંક ચાલ્યો જતા છેવટે મહિલાએ રાહુલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અઠવાડીયા અગાઉ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સરથાણા પોલીસે ગતરોજ મહિલાનો પ્રેમી રાહુલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application