એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા જતા લોકોને મદદ કરવાને બહાને પાસવર્ડ જાણી લીધા બાદ વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી પૈસા ઉપાડી ઠગાઈ કરતી વધુ એક ટોળકી ઝડપાઈ છે. એસઓજીએ ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી અલગ-અલગ બેન્કના 17 એટીએમ કાર્ડ કબ્જે કર્યા છે. પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ અનેક ગુનાની કબુલાત કરી છે જેમાંથી ઉમરા, પાંડેસરા અને સચીન જીઆઈડીસીમાં ગુના દાખલ થયા હતા.
એસઓજીના જણાવ્યા અનુસાર, પીઆઈ અને પીએસઆઈની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલીંગમાં હતા. તે સમયે એએસઆઈ મહેશદાન વજુભાઈ અને કેન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનએ મળેલી બાતમીના આધારે એટીએમમાં પૈસા ઉપાડવા જતા લોકોને પૈસા ઉપાડી આપવા મદદ કરવાને બહાને વિશ્વાસમાં લઈ પાસવર્ડ નંબર જાણી લીધા બાદ એટીએમ કાર્ડ બદલી નાંખી ખાતામાંથી પૈસા ઉપાડી ઠગાઈ કરતા શિવમસિંઘ ઉર્ફે ચંચલ સુરેશસિંઘ (ઉ.વ.૨૧, રહે.વિનાયકનગર ગોવાલક રોડ, પાંડેસરા), રિતિક ઉર્ફે ભોલે સુરેન્દ્રબહાદર સિંહ (ઉ.વ.૧૯, રહે.ગંગોત્રીનગર,બમરોલી રોડ) અને અમીત ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબ સિંહ (ઉ.વ.૨૩, રહે.વિનાયકનગર પાંડેસરા) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટોળકી પાસેથી અલગ-અલગ બેન્કોના ૧૭ એટીએમ કાર્ડ, ત્રણ મોબાઈલ અને રોકડા ૩૮,૮૭૦/- મળી કુલ રૂપિયા ૬૮,૮૭૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ ઉમરામાં એક, પાંડેસરામાં ત્રણ અને સચીન જીઆઈડીસીમાં એક ગુનાની કબુલાત કરી હતી જયારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોન્ટેડ હોવાનુ બહાર આવ્યું હતું.
ઉમરા પોલીસના જમાવ્યા મુજબ, સિટીલાઈટ મહાત્માગાંધી સોસાયટીમાં રહેતા અને મીલમાં નોકરી કરતા સુષાં પ્રાતબી સેથી ગત તા.૩૦મી ઓકગસ્ટના રોજ રાંડેસરા આશાપુરી ખાતે આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે સમયે અજાણ્યાએ પૈસા ઉપાડી આપવાને બહાને કાર્ડ બદલીનાંખી ખાતામાંથી રૂપિયા ૭૧૦૦/- ઉપાડી લીધા હતા. પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ, વડોદગામ ભગવતીનગરમાં રહેતા ચિતરંજન રણવિજય શર્મા ગત તા.૨૭મીના રોજ વડોદગામ ખાતે આવેલ એક્સીસ બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. ત્યારે ટોળકીનો શિકાર બન્યા બતા. ટોળકીએ કાર્ડ બદલી ખાતામાંથી ૪ હજાર ઉપાડી લીધા હતા.
જયારે સચીન જીઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ સચીન જીઆઈડીસી રામેશ્વર કોલોનીમાં રહેતા લાલસીંગ દયાશંકર પટેલ ગત તા.૨૫મીના રોજ ઘર પાસે આવેલ એક્સીસ બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે વખતે ભેજાબાજાએ મદદના બહાને કાર્ડ બદલી ખાતામાંથી ૫૫૦૦/- ઉપાડી છેતરપિંડી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500