Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના વરેલી ગામમાંથી ધોરણ-૧૨ પાસ કરેલ વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

  • June 07, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે બોગસ ડોક્ટરો ગેરકાયદેસર રીતે દવાખાનુ ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કરતા હોવાની બાતમી એસઓજીની ટીમને મળતા તેમણે રેઇડ કરી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના વરેલી ગામે એક બોગસ ડોક્ટર દ્વારા ગુજરાત મેડીકલ જનરલ પ્રેક્ટીસ કરવાના લાઇસન્સ, ઇન્ડીયન મેડીસીન કાઉન્સીલ તથા ગુજરાત મેડીસીન કાઉન્સીલના નોધણી પ્રમાણપત્ર વગર ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ કરી લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતો હોવાની બાતમી સુરત જિલ્લા ઓસઓજીની ટીમને મળી હતી. એસઓજીની ટીમે વરેલી ગામે વ્રજધામ સોસાયટીની દુકાન નંબર-૩માં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો વિનોદકુમાર બ્રીજ નંદન મીશ્રા જે  ધોરણ-૧૨ પાસ સુધીનો અભ્યાસ કર્યો હોવા છતા ગેરકાયદેસર રીતે દવાખાનુ ખોલી લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતો હોવાથી પોલીસે તેને મેડીકલ સાધન સામગ્રી તેમજ દવાઓ મળી કુલ ૯૧૨૩ રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application