બારડોલીના રેલ્વે સ્ટેશન નજીક યાર્ડમાં ગુડ્સ ટ્રેનની અડફેટમાં આવી જતાં અજાણી મહિલાનું મોત થયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી રેલ્વે સ્ટેશનની પશ્ચિમે આવેલ યાર્ડમાં કિમી નંબર 26/21-23ની વચ્ચે 55 વર્ષીય એક મહિલા ગુડ્સ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. તેણીને માથામાં અને હાથે પગે ગંભીર ઇજા થતાં મોત થયું હતુ. મૃતકના વાલીવારસ મળી આવ્યા ન હોય પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલા પાતળા બાંધાની, રંગે ઘઉંવર્ણની, ઊંચાઈ આશરે 5ફૂટ 4 ઇંચ, શરીરે ગુલાબી-કેસરી-લીલા રંગની ડિઝાઇન વાળી સાડી તથા ગુલાબી રંગનો બ્લાઉઝ પહેરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application