સુરત કામરેજ રોડ લસકાણા ગામ ડાયમંડનગરના ગેટ પાસે આવેલ ભારત પેટ્રોલીયમ (બીપીસીએલ)ના સીતરામ પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપના કર્મચારીએ છેલ્લા એક વર્ષ ઉપરાંતના વકરાના રૂપિયા 94.66 લાખ બેન્કમાં જમા ન કરાવી બારોબાર પોતાના અંગત કામમાં વાપરી નાંખી તેમજ લોન પેટે લીધેલા રૂપિયા 5 લાખ પરત નહી કરી કુલ રૂપીયા 96.66 લાખની ઉચાપત કરી હતી.
બનાવની વુગત એવી છે કે, અડાજણ આનંદ મહેલ રોડ પંચરત્ન સોસાયટી વિભાગ-1માં રહેતા મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.55) ખેતી કામ કરવાની સાથે સુરત કામરેજ રોડ લસકાણા ગામ ડાયમંડનગરના ગેટ પાસે ભારત પેટ્રોલીયમ (બીપીસીએલ)નો સીતારામ પેટ્રોલીંયમ નામે પેટ્રોલપંપ ધરાવે છે. આ પેટ્રોલપંપ ઉપર નોકરી કરતા જગદીશકુમાર રામશંકર જાષી (રહે.વૂંદાવન એપાર્ટમેન્ટ હરીનગર-2 નાકોડા કોમ્પ્લેક્ષ પાસે, ઉધના) એ નોકરી દરમિયાન ગત તા.01 એપ્રિલ-2018 થી 05 સપ્ટેમ્બર-2019 દરમિયાન થયેલી આવકમાંથી કુલ રૂપિયા 94,66,831/- બેન્કમાં જમા ન કરાવી પોતાના અંગત કામમાં વપરાશ કરી સગેવગે કરી નાંખ્યા હતા.
જગદીશકુમાર દ્વારા કરાયેલી ઉચાપત અંગે જાણ થતા મહાવીરસિંહ દ્વારા પુછપરછ કરવામાં આવતા જગદીશકુમારે પોતે ઉચાપત કરી હોવાની કબુલાત કર્યા બાદ જાન્યુઆરી-2020માં નોકરી પર આવવાનુ બંધ કરી દીધુ હતુ. જગદીશકુમાર પાસે અવાર-નવાર સગેવગે કરેલા નાણાની માંગણી કરવા છતાંયે નહી આપી તેમજ નોકરી દરમિયાન લોન પેટે લીધેલ 5 લાખ પણ નહી આપી કુલ રૂપિયા 99,66,831/- ની માંગણી કરવા છતાંયે કોઈના કોઈ બહાના કાઢી પૈસા નહી ચુકવી ઉચાપત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500