સુરતનાં ઓલપાડ તાલુકાનાં મોર ગામે રસોઈ બનાવી રહેલ વૃદ્ધા શરીરે દાઝી જતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવની વિગત એવી છે કે, ઓલપાડનાં મોર ગામે રહેતા વસુબેન જશવંતભાઈ પટેલ (ઉ.વ.62) જેઓ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જોકે તેઓ ગત તા.24 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યા અરસામાં પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા. તે સમયે તેઓ આકસ્મિક રીતે શરીરે દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે સુરત ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગતરોજ ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application