સુરત કતાર ગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ પાર્ક સોસાયટીમાં રહેતા અનિલ વી.પટેલ તેમની ઇકો સ્પોર્ટ કાર જીજે/05/આરડી/9541 લઈને પલસાણા તરફ જઈ રહ્યા હતા.
તે સમય દરમિયાન ચલથાણ ગામે નેશનલ હાઈવે-48 પરથી જઈ રહ્યા હતા જે દરમિયાન ચોખીધાણી હોટલ સામેથી નવા બનેલા રોડ પરથી પસાર થતી વખતે કેનાલ નજીક રોડના અંતે રીફલેક્ટર નહિ મુકતા કાર ચાલકને ખ્યાલ નહિ આવતા કાર સીધી નહેરના ધસમસતા પાણીના પ્રવાહમાં ખાબકી હતી.
આ દરમિયાન હાજર હોમગાર્ડના જવાને ઘટના જોતા તત્કાલિક નહેરના પાણીમાં કૂદી મારી કારના કાચ તોડી વૃદ્ધ કાર ચાલકને કારની બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ મોડી રાત્રીએ બારડોલી ફાયર-બ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર ગઢવી સહિતની ટિમે નહેરના પાણી માંથી કારને બહાર કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application