Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીની ઉમરાખ કોલેજમાં ઇ-કોન્ફોરેન્સનું આયોજન કરાયું

  • August 28, 2021 

બારડોલીના ઉમરાખ ખાતે આવેલ વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ બિઝનેસ, કમ્પ્યુટર-સાયન્સ એન્ડ રીસર્ચમાં તારીખ ૨૮ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ એક દિવસીય National Multi-Disciplinary E-Conferenceનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120થી વધુ અધ્યાપકોએ દેશના અલગ-અલગ રાજ્યમાંથી ભાગ લીધો હતો તથા Literature, management, computer science, engineering જેવા અલગ-અલગ ક્ષેત્રોમાંથી ૬૫થી વધુ Research Paper Present કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

આ conference Indian Society of Training and Development, Surat Chapterને સંલગ્ન આયોજિત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના V.C. ડો.કિશોરસિંહ ચાવડા, રજીસ્ટ્રાર ડૉ. જયદીપભાઈ ચૌધરી તથા ISTD SURAT CHAPTERના ચેરમેન ડો.મનીષ સિધ્ધપુરિયા હાજર રહી સંશોધન કારોને શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના પ્રિન્સીપાલ ડો.સ્નેહલ મિસ્ત્રીએ વેલકમ સ્પીચ આપી બધા પાર્ટીસીપન્ટને આવકાર્ય હતા અને બે ઈ - ન્યુઝલેટર “Know–wiz” અને “Digital+”નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત વિદ્યાભારતી ટ્રસ્ટના સેક્રેટરી કિરીટભાઈ પટેલ તથા જોઈન્ટ સેક્રેટરી અશ્વિનભાઈ પટેલએ આ Conferenceમાં હાજર રહી શુભેચ્છા પાઠવી હતી તથા આયોજકોની પ્રશંસા કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application